મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને થયેલ યુવાનની હત્યા કરનારા બે આરોપીની ધરપકડ


SHARE







માળીયા (મી)માં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને થયેલ યુવાનની હત્યા કરનારા બે આરોપીની ધરપકડ

માળીયા મીયાણામાં આવેલ મોવર ટીંબા વિસ્તારમાં રહેતા આધેડને તે જ વિસ્તારમાં રહેતા બે શખ્સની સાથે જમવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે આધેડને શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના હરીપર આકડીયા વિસ્તારમાં રહેતા અજયભાઈ ચંદુભાઈ ભીમાણી (25) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રજાક ગફુરભાઈ મોવર રહે બને મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તારીખ 20/9 ના રાત્રિના પોણા બારેક વાગ્યાથી લઈને 21 તારીખના સવારના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૃતકના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (58) ને બંને આરોપીઓએ જમવા બાબતે ઝઘડો કરીને તેનું મન દુઃખ રાખીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. જાડેજા અને તેની ટીમે આરોપી નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર (45) રહે. જૂના રેલ્વે સ્ટેશન પાસે માળીયા અને રજાક ગફુરભાઈ મોવર (30) રહે. મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News