મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

કચ્છ-માળીયા હાઈવે ઉપર એસટીના ચાલકે વૃદ્ધાને ઉડાવ્યા: ગુનો નોંધાયો


SHARE







કચ્છ-માળીયા હાઈવે ઉપર એસટીના ચાલકે વૃદ્ધાને ઉડાવ્યા: ગુનો નોંધાયો

કચ્છ-માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ચા ની હોટલ પાસે કચ્છથી મોરબી તરફ આવવાના રોડ ઉપર વૃદ્ધા ચાલીને જતા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને પીઠ અને ખભામાં ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તે વૃદ્ધાએ એસટી બસના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા કચ્છ હાઇવે રોડ પર આવેલ અવધ હોટલની સામેના ભાગમાં રહેતા જુબેદાબેન રમજાનભાઈ ધામાણી જાતે ખોજા (60)એ હાલમાં એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 1748 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, કચ્છ માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ વડવાળા ચાની હોટલ સામે કચ્છથી મોરબી જતા રોડ ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને પીઠમાં તેમજ ખભામાં ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસમાં ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા હસીનાબેન આસિફભાઇ જામ (50) નામના આધેડ મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ નાગડાવાસ ગામ પાસે બંસીધર હોટલ નજીકથી બાઈક લઇને મહેતાબસિંગ શિંગાળા (23) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News