મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટ આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટ આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબીના ગાંધીચોક વિસ્તારમાં ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે 2,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ગાંધી ચોક પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 2,000 ની રોકડ કબજે કરી હતી અને ઈદ્રીશભાઈ અબ્દુલભાઈ અજમેરી (38) રહે. કાલિકા પ્લોટ મોરબી અને શબ્બીરભાઈ ઉંમરભાઈ કુરેશી (22) રહે. સિપાહીવાસ કડિયાશેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતો રાહુલ રામાભાઈ દેસાઈ (19) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

માળિયા તાલુકાના ચીખલી ગામે રહેતા આમીન જાનમહમદ (38) નામના યુવાનને અણીયારીથી માળિયા તરફ જવાના રસ્તા ઉપર આવેલા બંસી કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. જેથી સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News