મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કાંતિનગરમાં ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના કાંતિનગરમાં ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષના બાળકનું મોત

મોરબીના કાંતિનગર વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોના ચાલકે તેને હડફેટ લેતા બાળકને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તે બાળકનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકના દાદાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા યુનુસભાઈ જુમાભાઇ અજમેરી જાતે પીંજારા મુસ્લિમ (61)એ હાલમાં અશોક લેલન કંપનીના ટેમ્પો નંબર જીજે 36 વી 3941 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો ચાર વર્ષનો પૌત્ર અનસ ગઇકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં કાંતિનગરમાં શેરીમાંથી ચાલીને જતો હતો ત્યારે ટેમ્પોના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં અનસ ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં મૃતક બાળકના દાદાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના નાગડાવાસ ગામ પાસે આવેલ મઢુલી હોટલ પાસે ગોપી ખીમસિંગ રાજપુત (19) નામની યુવતીને ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રણજીતસિંહ કુલદીપસિંહ લાલી (34) રહે. પંજાબ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News