મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં પાલિકાના અધિકારી સહિતનાઓને આરોપી બનાવ્યા નથી: CBI ને તપાસ સોંપવા હાઇકોર્ટમાં અરજી


SHARE







મોરબી ઝૂલતા પુલ કેસમાં પાલિકાના અધિકારી સહિતનાઓને આરોપી બનાવ્યા નથી: CBI ને તપાસ સોંપવા હાઇકોર્ટમાં અરજી

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાલી રહેલી સૂઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આજે મોરબીના પીડિતો તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે માંગણી કરવામાં આવી હતી. પીડિતો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે હાલની તપાસમાં કેટલાક છીંડા રાખવામાં આવેલા છે અને નગરપાલિકાના અધિકારીઓ સહિતના જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને આરોપી બનાવવામાં આવ્યા નથી.  ગુનાની કેટલીક હકીકતો બહાર લાવવામાં મોરબીની પોલીસ નિષ્ફળ ગઈ હોવાથી આ કેસની તપાસ સીબીઆઇ મારફતે થવી જોઈએ.

જોકે, કોર્ટ દ્વારા વકીલને જણાવવામાં આવ્યું હતું કે જો આ માગણી બાબતે વિચાર કરવામાં આવશે અથવા તો ગ્રાહ્ય રાખવામાં આવશે તો કેસની જે ટ્રાયલ છે જે હાલ શરૂ થઈ ગઈ છે તેમાં વિલંબ થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે તેના કરતાં કેસની ટ્રાયલ દરમિયાન જો કેસમાં કોઈપણ જાતની નબળી કડી જણાય તો પીડિતો તરફથી તે બાબતે કોર્ટમાં રજૂઆત કરી શકાય છે અને તે બાબતે હકદાર છે. અદાલતે એમ પણ જણાવ્યું છે કે ખાસ તપાસ દળ દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે કોની કોની જવાબદારી છે તે પણ તેની અંદર લખવામાં આવેલું છે. પીડિતોને વધુ સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ ઉપર સાંભળવામાં આવશે. 

બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલા કોર્ટ કમિશનર દ્વારા મોરબીના પીડિતોની મુલાકાત લેવામાં આવી હતી અને આ બાબતે બે ભાગમાં અહેવાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત પીડિતો દ્વારા કરાયેલી રજૂઆતો અને કયા કયા પીડિતો તો કોર્ટ કમિશનરને મળ્યા હતા તેના બે સીલબંધ કવર પણ કોર્ટને સોંપવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આ તમામ દસ્તાવેજો રેકોર્ડ ઉપર લેવામાં આવ્યા હતા. અહેવાલ બાબતે હાઇકોર્ટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલગ અલગ કેટેગરીમાં પીડિતોને બાર હજાર જેટલી સહાય આપવામાં આવે છે. કેટલીક વિધવા બહેનો એ એકમાત્ર કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે. કેટલી બહેનો વિધવા હતી અને તેઓએ એકમાત્ર કમાનાર યુવાન દીકરો કે દીકરી ગુમાવ્યા છે અને ઘણા સગીર બાળકો આધાર વિહીન થયા છે. કેટલાક એવા પણ પીડિતો છે કે જેઓને ઇજાના કારણે તેમની સારી એવી પગાર ની નોકરી ગુમાવી પડી છે. એક કિસ્સામાં એક ભાઈને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન માં આવ્યું હતું.

વધુમાં અન્ય એક વ્યક્તિને કરોડરજ્જુ ની ગંભીર ઇજા થઇ છે. તેઓને યોગ્ય સપોર્ટ મળ્યો નથી. ગુજરાત હાઇકોર્ટ નાં આદેશ મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવેલી સહાય બાબતે પણ અમુક પીડિતોને માહિતી નથી. કેટલાક વાલીઓને તે પણ ખબર નથી કે કોર્ટ દ્વારા બાળકોના કોલેજ અને વ્યવસાયિક શિક્ષણ બાબતે પણ ખર્ચની જોગવાઈ કરાઈ છે. એથી  તેઓને યોગ્ય સહકારની જરૂર છે. ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલુ રૂ. ૧૫ લાખનું ભંડોળ પણ સામાન્ય રકમ છે. પીડિતો અને તેમના પરિવારમાં કંપની કે ટ્રસ્ટ દ્વારા મળનારી સહાય બાબતે અવિશ્વાસનું વાતાવરણ છે.

આથી આ બાબતે કોઈ લેખિતમાં દસ્તાવેજ કરવો જરૂરી છે. આ દુર્ઘટનામાં અસર પામનાર ૨૧ બાળકો છે અને તેમાં આઠ યુવાન કિશોરીઓ છે. તેઓને શિક્ષણ આપવામાં આવે છે. આ આઠ કિશોરીઓનો લગ્નનો ખર્ચ પણ ઓરેવા કંપનીએ ભોગવવો પડે અને તે બાબતે ટ્રસ્ટ કે જેનું નામ પરિવાર સહાય સેવા ટ્રસ્ટ છે તેઓએ લાભની યાદીમાં આ બાબત ઉમેરવી જોઈએ. દરમિયાન કોર્ટે આ કેસની સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. સુનાવણી દરમિયાન કંપનીના વકીલની સુનાવણી દરમિયાન ઝાટકણી કાઢી હતી






Latest News