મોરબીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે સંતાનોની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ: મેળો યોજાયો
ગુજરાતમાં કોઈ પણ ખોટુ કામ કરવુ હોય તો લાયસન્સ ક્યાંથી મળે ?: જાણો અહી
SHARE
ગુજરાતમાં કોઈ પણ ખોટુ કામ કરવુ હોય તો લાયસન્સ ક્યાંથી મળે ?: જાણો અહી
મોરબી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના પાવડર સાથે જે શખ્સને પકડાયો છે તેને લઈને હાલમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયેલ છે અને નિવેદનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોઈ પણ ખોટુ કામ કરવુ હોય તો લાયસન્સ ક્યાંથી મળે તેની ચોંકાવનારી માહિતી પણ સામે આવેલ છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનોજભાઇ પનારાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ હાઈવે ઉપર હળવદ પાસે પોલીસ ડ્રગ્સ સાથે તે શખ્સના ધારાસભ્ય સાથેના ફોટો વાયરલ થતા હડકમ મચી ગયો છે અને ધારાસભ્યએ પ્રતિક્રિયા આપે છે કે, જાહેર જીવનમાં આવા લોકો અમારી સાથે ફોટા પડાવી અમને ખબર પણ ન હોય અમે પણ માનીએ છીએ પણ બીજેપી આઇટી સેલના અને બીજેપીના મિત્રોએ થોડીક ક્ષણોમાં જ આ માણસના કોંગ્રેસના આગેવાને અને અમદાવાદના ધારાસભ્ય સાથેના ફોટો બહાર પાડે છે જો કે જાહેર જીવનના માણસ સાથે આવા લોકો ફોટા પડાવી જતા હોય એવી જ રીતે કોંગ્રેસના લીડરો સાથે પણ આવા લોકો ફોટા પડાવતા હોય છે એનો અર્થ એ નથી કે એમની સાથે સંબંધ હોય છે. અને કોંગ્રેસના લીડરો સાથેના બહુ જુના ફોટો છે.
વધુમાં કહ્યું હતું કે, આ વ્યક્તિએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને ભાજપનું કામ કરે છે આનો અર્થ શું થાય ખબર છે, દારૂ વેચવો હોય કે કોઈ પણ ખોટુ કામ કરવુ હોય તો લાયસન્સ ગુજરાતમાં મળી જાય છે અને બે નંબરના કામ કરવા હોય એવા તમામ લોકોને ધારાસભ્યના ખભા ઉપર હાથ રાખીને ફોટા પાડવો અને ગળામાં ગલપટો બીજેપીનો નાખી એટલે તમામ પ્રકારના ખોટા કામ કરવાનું લાયસન્સ મળી જાય છે અને આ વાતને મોરબીની ઘટના સાબિત કરે છે કે ખોટા ધંધા કરવા હોય છે એટલા માટે ભાજપ જોઈન્ટ કરે છે, જ્યારે જ્યારે આવા ખોટા કામ કરવા વાળા પકડાય છે તેમાં 90 ટકા જેટલા લોકો બીજેપી વાળા હોય છે અને બીજેપી નો ગલપટો પહેરી લ્યો એટલે તમને ગુજરાતમાં અને દેશમાં ખોટું કામ કરવા માટેની પરમિશન મળી જાય છે તેનો આ બોલતો પુરાવો છે આ આરોપી બીજેપીમાં ધારાસભ્ય સાથે એટલે સંબંધ બનાવે છે કેમ કે, તે મોરબીના યુવાનોને બરબાદ કરવા માટે, તેના આરોગ્ય અને વિચાર શક્તિને ખતમ કરવા માટે થઈને ભાજપમાં જોડાયેલ છે અને ધારાસભ્ય સાથે ધરોબો કેળવે છે અને બેફામ નસીલા પદાર્થોનો વેપલો કરે છે તેની આ સાબિતી છે
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વાયરલ થયેલા ફોટો બાબતે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે 35 વર્ષથી જાહેર જીવનમાં છે અને ફોટો પડાવવા માટે ઘણા બધા લોકો આવતા હોય ત્યારે ફોટો પડાવવા માટે આવેલ વ્યક્તિ કોણ છે તે કદાચ જાણતા ન હોય મોરબી જિલ્લામાં કોઈ પણ ખોટા માણસ અને બે નંબરના ધંધા કરતા હોય તેની સાથે કોઈ દિવસ સેટલમેન્ટ નથી કર્યું. કોઈ દિવસ કોઈ બાંધછોડ કરેલ નથી. સમગ્ર ગુજરાતની અંદર વ્યાજ વટાવના દૂષણ ને ડામવા માટેની સૌપ્રથમ શરૂઆત અહીંથી કરેલી હતી અને અમારી સાથે ફોટા પડાવ્યા હોય તો એનો મતલબ એવો નથી કે તે અમારા ભાઈબંધ છે, અમારા કોઈ ભાઈબંધ છે નહીં. અને આ ફોટો વાયરલ થયા બાદ એસપીને આ કેસમાં કડક હાથે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધેલ છે અને અમારી સાથે ફોટો પડાવીને તે ફોટા નો દુરુપયોગ કરે તેવું ક્યારે હું સહન કરીશ નહીં. આ મારો કોઈ મિત્ર નથી આવા કોઈ પણ ખોટા ધંધા ચાલતા હશે તો તેની સામે હું કડક છો અને કડક જ રહીશ.