મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ મોરબી સિવાયની ચાર પાલિકામાં પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર !


SHARE







મોરબી જીલ્લામાં આવેલ મોરબી સિવાયની ચાર પાલિકામાં પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર !

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં નગરપાલિકા છે જો કે, બોડી એક પણ પાલિકામાંથી અસ્તિત્વમાં નથી ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 150 પાલિકાના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર થયું છે.

હાલમાં રાજયની 150 પાલિકાના પ્રમુખ પદ માટેનું રોટેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં પહેલા ચાર પાલિકા હતી જ અને ટંકારાને પણ પાલિકાનો રરજો આપવામાં આવેલ છે ત્યારે કુલ પાંચ પાલિકા આ જીલ્લામાં થયેલ છે જો કે, આજની તારીખે પાંચમાંથી એક પણ પાલિકામાં બોડી અસ્તિત્વમાં નથી. ત્યારે આગામી સ્મયમાં પાલિકા માટેની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર પાલિકામાં પ્રમુખ પદ માટે OBC (મહિલા), હળવદ પાલિકામાં પ્રમુખ પદ માટે મહિલા, માળીયા (મી) પાલિકામાં પ્રમુખ પદ માટે OBC અને ટંકારા પાલિકા પ્રમુખ પદ માટે OBC જાહેર કરવામાં આવેલ છે. અને આગામી દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.






Latest News