હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સહિતના સાસરિયાઓ ચારિત્રની શંકા કરીને મારમારતા પરિણીતાએ અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં પતિ સહિતના સાસરિયાઓ ચારિત્રની શંકા કરીને મારમારતા પરિણીતાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા ગામે રહેતા અને ટ્રાવેલ્સમાં નોકરી કરતા યુવાનની પત્નીને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારજૂડ કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી પરણીતાએ આ બાબતે તેના ભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ તેણે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જો કે, પરણીતાએ અંતિમ પગલું ભરતા પહેલા મોબાઇલની અંદર વિડીયો બનાવ્યો હતો અને હાલમાં આપઘાતના આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના ભાઈ દ્વારા આપઘાત કરી લેનાર મહિલાના પતિ તેના ભત્રીજા સહિતના પરિવારજનોની સામે ફરિયાદીની બહેનને મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચમાં આવેલ નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારજૂડ કરવામાં આવતી હતી તેમજ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને કંટાળીને રેખાબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં મૃતક મહિલાના ભાઈ સાથે ફોનમાં વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેની બહેનના અગાઉ લગ્ન થયા હતા અને તેને 15 વર્ષનો એક દીકરો પણ હતો. જોકે તે સહજાનંદ ટ્રાવેલ્સમાં અવારનવાર આવતી જતી હોય તે હસમુખભાઈ પટેલના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેને પહેલા જે જગ્યાએ લગ્ન થયા હતા ત્યાંથી છુટાછેડા લીધા બાદ આઠેક મહિના પહેલા હસમુખભાઈ પટેલની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ થોડા મહિનાઓ બાદથી તેને હસમુખભાઈ પટેલ દ્વારા ગાળો આપવામાં આવતી હતી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના ચારિત્ર્યની શંકા કરીને ખોટા બહાના કરીને તેને ત્રાસ આપતા હતા જેથી કરીને આ બાબતે તેની બહેને ફરિયાદી સાથે ફોન ઉપર અવારનવાર વાત કરી હતી.

છેલ્લા દિવસોમાં મૃતક તેના ભાઈ સાથે સતત સંપર્કમાં હતી જેથી કરીને ફરિયાદીએ જે તે સમયે ગૂગલ સર્ચ કરીને મોરબી મહિલા પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસને આ બનાવની જાણ કરી હતીને પોલીસને તેની બહેન કોઈ અઘટી પગલું ભરે ત્યારે પહેલા ત્યાં પહોંચવા માટે કહ્યું હતું જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પહેલા મહિલાએ આપઘાત કરી લીધેલ હોવાનું પોલીસે તેને ફોનથી જણાવ્યું હતું વધુમાં મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે તેની બહેને અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલ ફોનની અંદર એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પતિ તેને ગાળો આપે છે, ત્રાસ આપે છે અને તેનું સાંભળતા નથી સહિતની બાબતોનો તેને ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી પોલીસે હાલમાં મૃતક મહિલાનો મોબાઇલ ફોન કબજે લઈને આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News