મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જુદીજુદી ટીમો દ્વારા અકસ્માતોને નિવારવા ગૌવંશોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું શરૂ


SHARE







મોરબી જીલ્લામાં જુદીજુદી ટીમો દ્વારા અકસ્માતોને નિવારવા ગૌવંશોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું શરૂ

મોરબીમાં શનાળા ગામ પાસે બાયપાસ હાઇવે રોડ ઉપર 24 કલાક ગૌવંશ રોડ વચ્ચે બેઠા હોય છે જેથી કરીને અકસ્માતની ઘટનાઓ બને છે માટે મોરબીના ગૌ સેવકોએ 1100 ગૌવંશ અને અબોલ પશુઓને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે હતા. આવી જ રીતે ક્ષત્રિય કરણી સેનાના 18 લોકોની ટીમે પણ ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવ્યા હતા.

મોરબી શહેર અને જીલ્લામાં રજડતા ગૌવંશ જોવા મળે છે અને તેના લીધે ઘણી વખત અકસ્માતો પણ થાય છે જેથી કરીને મોરબીના શનાળાથી ટંકારા, શનાળાથી કંડલા બાયપાસ, માળિયા ફાટક થી ઢુવા, જૂના ઘૂંટુ રોડ, મહેન્દ્રનગર ચોકડીથી ઘૂંટુ અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટીમાં રહેલા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અભિયાન સમગ્ર મોરબી અને આસપાસના ગામમાં પણ શરૂ કરવામાં આવશે. હાલમાં મોરબીના ગૌ સેવકોએ 1,100 ગૌવંશ અને અબોલ પશુઓને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધેલ છે ત્યારે યુવાનોની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

આવી જ રીતે ક્ષત્રિય કરણી સેનાના 18 લોકોની ટીમે ગૈાવંશના ગળામાં રેડિયમ રિફલેકટર બેલ્ટ બાંધવાનું કામ શરૂ કર્યું હતું અને ક્ષત્રિય કરણી સેનાના યુવાનોએ નવલખી ફાટકથી પીપળીયા ચાર રસ્તા અને સરવડ ગામથી માળીયા સુધીના રૂટ ઉપરના ગૌવંશને રેડિયમ રિફલેકટર બેલ્ટ બાંધ્યા હતા તેવી માહિતી કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ પાસેથી જાણવા મળેલ છે.






Latest News