મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં બાઈક ઉપર 36 બોટલ દારૂની ડીલીવરી કરવા જતો શખ્સ પકડાયો, માલ મોકલાવનારની શોધખોળ


SHARE







મોરબીના લાતી પ્લોટમાં બાઈક ઉપર 36 બોટલ દારૂની ડીલીવરી કરવા જતો શખ્સ પકડાયો, માલ મોકલાવનારની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમિયાનમાં મળેલ બાતમીના આધારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં વોચ તપાસ કરવામાં આવી હતી.ત્યારે મોડી રાત્રીના બાઈક લઈને નીકળેલા શખ્સને અટકાવી તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી જુદી જુદી બે બ્રાન્ડની કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલ દારૂ અને બાઈક મળી રૂા.૯૪,૭૦૦ ની કિંમતની મત્તા સાથે એક શખ્સને પકડવામાં આવ્યો છે કે જે 'માલ' પહોંચાડવા માટે જતો હતો અને 'માલ' મોકલાવનાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતો ત્યારે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં સ્ટાફના ચકુભાઇ કલોત્રાને મળેલ બાતમીના આધારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શેરી નંબર ૫-૬ માં તપાસ કરવામાં આવતા ત્યાંથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર જૂજે ૩૬ એજી ૪૩૮૩ લઈને પસાર થઇ રહેલા ઇસમને અટકાવવામાં આવ્યો હતો અને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી જુદી જુદી બે બ્રાન્ડની કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂા.૪૪,૭૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂા.૫૦ હજારની કિંમતનું બાઈક આમ કુલ મળીને રૂા.૯૪,૭૦૦ ની મતા સાથે સ્થળ ઉપરથી અબ્દુલ હાજીભાઇ શાહમદાર ફકીર (૩૮) રહે.જુના બસ સ્ટેશન પાછળ ઈદ મસ્જિદ રોડ મોરબી ની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને તે આ દારૂનો જથ્થો અન્યને પહોંચાડવા જતો હતો અને મોરબીના કોઈ શાહરૂખ નામના વ્યક્તિ દ્વારા આ માલ પહોંચાડવા માટે આપવામાં આવ્યો હોય હાલ અબ્દુલ હાજી શાહમદાર તથા શાહરૂખ સામે એ ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.અબ્દુલ શાહમદારની ધરપકડ કરીને 'માલ' મોકલાવનાર શાહરૂખ નામના ઇસમની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના ગ્રીન ચોક પાસેના ભોંઈવાળા વિસ્તારમાં રહેતા માહેનુુરબેન મુસ્તાકભાઈ શાહમદાર ફકીર નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફીનાઇલ પી ગઇ હતી.જેથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની હોસ્પિટલ તરફથી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાય છે.

માર મારતા સારવારમાં

ગોધરાના રહેવાસી સંજય પ્રભાત નાયક (૧૮) ને મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બચુભાઈ બાબુભાઈ કુંડારીયાના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.ગત તા.૨-૮ ના રોજ સાંજે સાતેક વાગ્યે ચોરીના ઇરાદે તે ઘરમાં ઘુસતા તેને પકડીને માર મારવામાં આવ્યો હતો.






Latest News