મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પમાં જોડાયા


SHARE











મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પમાં જોડાયા

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા વિવેકાનંદ યુથ ક્લબ-રાજકોટ દ્વારા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં પ્રવર્તમાન સમયે વધતી જતી માનસિક સમસ્યાઓ જેવી કે ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા વૃતિ, જિદીપણું, આક્રમકતા, ત્રિદોષ, આવેગિક પરિપક્વતા, નિરાશા મનોવલણ, ઈન્ટરનેટ વ્યસન સહીતની માનસિક બાબતોના માપન તેમજ ઉપાય વિશે માર્ગદર્શન ઉપરાંત થેરાપી આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજના બીએ વિદ્યાશાખાના મનોવિજ્ઞાન વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સમસ્યાઓ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન વિદ્યાશાખા ના હેડ ડો. યોગેશ જોગસણ દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ભરતભાઈ વણોલ, ડો.ઉતમ લુણાગરીયા, ભગીરથસિંહ ઝાલા, જાગૃતિબેન કાસુન્દ્રા, મંદાકીનીબેન જોશી, મયુરીબેન લૈયા સહીતનો સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે જોડાયો હતો.






Latest News