ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

કચ્છ મોરબીના સાંસદ દ્વારા રેલ્વે-રોડને લગતા પ્રશ્નોની મંત્રીઓને લેખિત-મૌખીક રજુઆત કરાઇ


SHARE











કચ્છ મોરબીના સાંસદ દ્વારા રેલ્વે-રોડને લગતા પ્રશ્નોની મંત્રીઓને લેખિત-મૌખીક રજુઆત કરાઇ

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરીની મુલાકાત લઈ કચ્છ મોરબીના રેલ્વે તથા રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર લેખિત મૌખીક રજુઆતો કરી હતી.

કચ્છ ખાણ ખનીજ, ઇન્ડસ્ટ્રીયો-અને પ્રવાસ ક્ષેત્ર ધરાવતું વિશાલ ક્ષેત્રવાળો જીલ્લો છે. લાખો લોકો દેશના વિવિધ પ્રાંતો માંથી રોજગાર ધંધા માટે આવન જાવન કરે છે.યાત્રિકો ને પુરતી સુવિધા મળે અને સમય અને પૈસાની બચત થાય માટે ફાસ્ટ, સુપર ફાસ્ટ અને વંન્દે ભારત જેવી ટ્રેનોની સુવિધા મળે, તેવી જ રીતે હીરા ઉધોગ, સિરામીક ઉધોગના હબ ગણાતા મોરબી ને પણ કચ્છ - સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી રેલ સેવા સુવિધા મળે માટે કચ્છ - મોરબી ના સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકસભાના બજેટ સત્ર દરમ્યાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી લેખિત અને મૌખીક રજુઆતો કરી હતી. ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ભુજ-રોહિલા ટ્રેનને હરિદ્વાર સુંધી લંબાવવા માટે રેલ મંત્રીએ સમંતી દર્શાવી હતી. ભુજ - અમદાવાદ મેટ્રો દેશમાં પ્રથમ હશે. રેલ્વે મંત્રી રજુઆતોની નોંધ લઇ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી કચ્છ ના રોડ રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ થી માળીયા મોરબી નેશનલ હાઇવે ખુબજ ટ્રાફીક અને ભારે વાહનો ના આવન જાવન થી કાયમ ટ્રાફીક જામ ની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા, સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમીનો છે. અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમીથી વધુ હોવું જોઇયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી. રાપર તાલુકાનાં બાલાસર ગામ વચ્ચેથી જતો નેશનલ હાઇવે બાયપાસ કરવા,

કંડલાથી નવલખી વાયા માળીયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઇવે) બને તો કિલો મીટર પણ ઘટે, બંદરો ના વિકાસમાં ખુબજ ઉપયોગી માર્ગ બની શકે, ભુજ - ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થતો હોઇ શેખપીર થી પાલારા જેલ સુંધી બાયપાસ બનાવવા, હળવદ - ટીકર - પલાંસવા રોડ ફોરલેન બનાવવા, રોડ બનાવવા વન વિભાગની મંજુરી મળે, પ્રવાસન વિભાગ ને વેગ આપતો ઘડૂલી - સાંતલપુર રોડ ના અધુરા કામો પુર્ણ કરવાની રજુઆતો કરેલ છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીજી એ બધી જ રજુઆતો ની નોંધ કરી વહેલી તકે પ્રશ્નો નું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News