મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વેપારીએ તેની પત્ની અને દીકરાની સાથે આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને આપઘાત કર્યો: તપાસમાં ઘટસ્ફોટ


SHARE







મોરબીના વેપારીએ તેની પત્ની અને દીકરાની સાથે આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને આપઘાત કર્યો: તપાસમાં ઘટસ્ફોટ

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં અંદર રહેતા વેપારી પોતાના જ ઘરમાં પત્ની અને દીકરાની સાથે આપઘાત કર્યો હતો જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી જેમાં એવી માહિતી સામે આવી રહી છે કે. આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને આ વેપારીએ તેના પરિવાર સાથે આપઘાત કરેલ છે.

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (56), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (54) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (19)એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક હરેશભાઈએ છેલ્લા એક વર્ષથી જે એપાર્ટમેંટમાં રહેતા હતા ત્યાનું મેંટનન્સ આપેલ ન હતું અને દુકાન પણ બારોબાર ચાલી રહી ન હતી જેથી કરીને આર્થિક મુશ્કેલીના લીધે જ આ પગલું ભરેલ હોય તેવી હાલની તપાસમાં લાગી રહ્યું છે. જો કે, પોલીસે ઘરમાંથી મોબાઈલ ફોન કબજે કરેલ તેની કોલ ડિટેલ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે અને જે સુસાઇટ નોટ ઘરમાંથી મળી આવેલ છે તેમાં પણ જુદાજુદા અક્ષર છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.






Latest News