મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં લજાઈ ગામે મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ વિશે સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં લજાઈ ગામે મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ વિશે સેમિનાર યોજાયો

૬ ઓગસ્ટના રોજ નારીવંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સોનમ ક્લોક કંપની, લજાઈ ખાતે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી છાયાબેન માંડવીયાના અધ્યક્ષસ્થાને મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી દ્વારા કંપનીમાં કામ કરતાં મહિલા કર્મચારીઓએ પોતાની આસપાસમાં કામ કરતી બહેનોને સહકાર આપવા તથા મહિલા અને બાળ કચેરી દ્વારા અમલીત યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી. સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના ડો. પ્રજ્ઞાબેન સુરાણી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને માનસીક સ્વાસ્થ્ય તેમજ પારિવારીક અને કામકાજ વચ્ચે સંતુલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના હરીફાઈના યુગમાં એકબીજાને મદદરૂપ થઇને કાર્યભારણ ઓછો કરવા તેમજ પોતાનું માનસીક અને શારીરીક સ્વાસ્થ્ય સારૂ રાખવા એક્સરસાઈઝ અને મેડીટેશન કરવા માર્ગદર્શન આપ્યું હતું. DHEW- મોરબીના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટરશ્રી મયૂરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ કાયદા અન્વયે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં DHEWના કર્મચારી જેન્ડર સ્પેશ્યાલિસ્ટશ્રી નિખીલભાઈ ગોસાઇ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News