મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકીની હત્યાના કેસમાં મહિલા આરોપીને આજીવન કેદની સજા


SHARE







મોરબીમાં બાળકીની હત્યાના કેસમાં મહિલા આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં  બે વર્ષની માસૂમ બાળકીને તેના પિતાએ જ પ્રેમિકાને સોપી હતી અને તે પ્રેમિકા દ્વારા બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો.તેમાં મહિલા આરોપીને જિલ્લા સરકારી વકીલની દલીલ અને આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

મોરબીમાં તા 2/3/19 ના રોજ સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ તેના પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી, ધવલની પ્રેમિકા રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા, ફરિયાદીના જેઠ સંજયભાઈ ત્રિવેદી અને સસરા માધવલાલ ત્રિવેદી સામે ફરિયાદ કરી હતી જેમાં ફરિયાદીના પતિ ધવલ ત્રિવેદીએ તેની પ્રેમિકા રસ્મીબેન સાથે બે વર્ષની દીકરી યસ્વીને ભગાડી લઇ જઈને રશ્મિબેને યસ્વીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જેની ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપી ધવલભાઈ હત્યા સમયે પોતાની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર અને તેના ભાઈ સંજયભાઇ અને પિતા માધવલાલ બંને અમદાવાદ સોલા હાઈકોર્ટ ખાતે હાજર હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે મહિલા આરોપી રશ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ ૩૦ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કર્યા હતા અને બચાવ પક્ષે એક દસ્તાવેજી પુરાવો રજુ થયો હતો જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રસ્મીબેન દિવ્યેશભાઈને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે અને દંડ ન ભરે તો વધુ 60 દિવસની સજા ફટકારી છે.






Latest News