મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત


SHARE







મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત

મોરબી જિલ્લામાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા યુવાનોના મૃત દેહને શોધીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાના કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ લોકેશન ઉપર તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા લોકોને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ નરસીભાઈ આગેચાણિયા (૪૦)ની બોડી મચ્છુ-૨ ડેમમાંથી કાઢી હતી, મિલેનિયમ પેપર મીલની બાજુમાં આવેલ કેનાલમાંથી આકાશ ચંદ્રપાલ વર્મા (25) રહે. મૂળ દેવગાવ (ઉત્તરપ્રદેશ) વાળાની બોડી કાઢી હતી અને માળીયા તાલુકાનાં રાજપરથી કુંતાસી જતા રસ્તા ઉપર આવેલ ચેકડેમમાંથી રામજીભાઈ રામાભાઇ પરમાર (38) રહે. કુંતાસી વાળાની બોડીને કાઢવામાં આવી હતી આમ એક જ દિવસમાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનના મોત નીપજયાં છે.






Latest News