મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક કેમિકલ ચોરીના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબી નજીક કેમિકલ ચોરીના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યા રેડને બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા અને પોલીસે ત્રણ વાહનોમોબાઇલકેમિકલનો જથ્થો વગેરે મળીને 64,82,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે કેમિકલ ભરેલ બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હતા ત્યારે રેડ કરી હતી અને કંડલાથી ટેન્કરમાં કેમિકલ ભરીને ઝઘડીયા લઈ જતાં ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રાન્સપોર્ટના સુપરવાઈઝર અબ્દુલભાઇ અલ્લાના ચાકી જાતે મુસ્લીમ (42)એ ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં ટેન્કરના સીલ શેઠ અને માલ ખરીદી કરનારની જાણ બહાર ખોલી આપનારા બંને ટેન્કરના ચાલકો સહિત ચાર આરોપીને પકડ્યા હતા જેમાં મહેતાબખાન મહંમદગુલશન ખાનઅબ્દુલકલામખાન જમ્માલુદીનખાન મુસ્લીમ, કૌશિક વજુભાઇ હુંબલ અને હરેશ સાદુરભાઈ હુંબલનો સમાવેશ થાય છે આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબી તાલુકાના પીએસઆઇ બી.એમ.બગડા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.






Latest News