હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની પ્રમુખની વરણીમાં ડખ્ખો, મારામારી થતા બેને ઈજા: એક કાર ફુંકી મારી


SHARE







વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની પ્રમુખની વરણીમાં ડખ્ખો, મારામારી થતા બેને ઈજા: એક કાર ફુંકી મારી

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ સહકારી મંડળીમાં ચૂંટણી બાદ આજે પ્રથમ બેઠક રાખવામાં આવી હતી જેમાં પ્રમુખની વરણી કરવાની હતી અને તે બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને માર મારનારા શખ્સોની ગાડી ત્યાં પડી હોય ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના લોકોએ કારને ફૂંકી મારી હતી જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ સહકારી મંડળીની થોડા સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી અને આ સહકારી મંડળીમાં કુલ મળીને 14 સભ્યો છે. અને આજે ચૂંટણી બાદ પ્રમુખની વરણી કરવા માટે થઈને પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બે પક્ષ સામ સામે આવી ગયા હતા જેથી કરીને બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી અને મારામારીના આ બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જો કે, મારામારીમાં ઈજા પામેલા વ્યક્તિઓના સાથે રહેલા લોકોએ માર મારીને ભાગી ગયેલા શખ્સની ગાડી ત્યાં પડી હોય તેમાં કાંડી ચાપી દીધી હતી જેથી કરીને આખી ગાડી આગની ઝપેટમાં આવી જતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પીએસઆઇ એલ.એ. ભરગા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. અને આ ઘટનામાં ઈજા પામેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News