ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી કરનારને રાજકોટ પોલીસએ પકડાયો


SHARE











મોરબી ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી કરનારને રાજકોટ પોલીસએ પકડાયો

મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે પાર્કિંગમાં યુવાને તેનું બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને યુવાન દ્વારા બાઈક ચોરીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાનમાં રાજકોટ પોલીસે ચોરાઉ વહાન સાથે તસ્કરને પકડીને મોરબી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અનંતનગર સોસાયટી બ્લોક નં- 59 માં રહેતા મનોજભાઈ મોહનભાઈ કંઝારીયા જાતે સતવારા (44) એ થાડા દિવસો પેહલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે બેન્કની સામે પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફજે 4186 પાર્ક કરીને મૂક્યું હતું.જે 40,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને  આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.દરમિયાનમાં રાજકોટ ગ્રામ્યના સુલતાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક શંકાસ્પદ ઇસમને બાઈક સાથે પકડવામાં આવ્યો હતો અને તેને પોતાનું નામ શિવા મગનભાઈ સોંદરવા (ઉમર 28) રહે.વાસાવડ ઝુંડાળા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે રહેલ બાઈક વિશે પોલીસે પૂછતા કે ગલા તલા કરવા લાગ્યો હતો અને તપાસમાં ખુલ્યુ હતું કે તેણે આ બાઈક મોરબીના ત્રિકોણબાગ પાસેથી ચોરી કર્યું છે.જેથી મોરબી પોલીસેને જાણ કરવામાં આવતા અહીંના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અશ્વિનભાઈ ઝાપડિયા તથા રાઈટર કિશનભાઇ દ્વારા તેનો કબ્જો લેવામાં આવ્યો હતો અને ચોરીના ગુનામા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા સુમિત્રાબેન યોગેશભાઈ લશ્કરી જાતે બાવાજી નામના 40 વર્ષીય મહિલાને રફાળેશ્વર ગામ પાસે આવેલ દર્પણ મોલ નજીક તા.20 ના રાત્રિના 10 વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના શક્તિ ચોક પાસે આવેલ તલાવડી વાસ વિસ્તારમાં રહેતા દમયંતીબેન હરકિશનભાઈ નામના મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક ગેસ્ટ હાઉસ નજીક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા પામતા તેમને અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News