હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બેરોજગારી ભથ્થું-આર્થિક સહાયતા આપે તો ગુજરતમાં કેમ નહીં ?: પંકજ રાણસરિયા


SHARE







મધ્યપ્રદેશરાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બેરોજગારી ભથ્થું-આર્થિક સહાયતા આપે તો ગુજરતમાં કેમ નહીં ?: પંકજ રાણસરિયા

ગત વિધાનસભાની ચૂંટણી વખતે આપ દ્વારા જે યોજનાઓ લાવવાની વાત કરવામાં આવી હતી તેવી જ યોજનાઓએ આજે ભાજપ શાસિત બીજા ત્રણ રાજ્યમાં અમલમાં છે તો પણ ભાજપના એક પણ નેતા તેને રેવડી કેમ કહેતા નથી તેઓ અણીદાર સવાલ મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયાએ કરેલ છે અને ગુજરાતનાં યુવાનો અને મહિલાઓને પણ બેરોજગારી ભથ્થું અને આર્થિક સહાયતા આપવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયાએ ગુજરાત સરકારને કેટલાક અણીદાર સવાલો કરેલ છે જેમાં મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો માટે લાડલા સ્કીમ શરૂ કરી તો ગુજરાતમાં કેમ નહિ?, (મહારાષ્ટ્રની ભાજપ સરકારની લાડલા યોજના અંતર્ગત ધો. 12 પાસને 6000ડિપ્લોમા કરેલ વ્યક્તિને 8000 અને દરેક ગ્રેજ્યુએટને 10000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવશે), અગાઉ મહારાષ્ટ્ર સરકારે 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી., મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર લાડલી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1200 થી 3000 સુધીની સહાય આપે છે., રાજસ્થાનમાં ભાજપ સરકાર 450  રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોને બેરોજગારી ભથ્થું, મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરી ત્યારે ભાજપના નેતાઓએ આ યોજનાઓને રેવડી કહીને ગુજરાતના લોકોનું અપમાન કર્યું હતું. અને ભાજપને ગુજરાતમાં લોકોએ 30 વર્ષથી ખોબલેને ખોબલે વોટ આપ્યા તો શા માટે ભાજપને ગુજરાતના યુવાનો અને મહિલાઓ પ્રત્યે કોઈ લાગણી નથીહાલમાં પંકજ રાણસરિયાએ ગુજરાતની માતા બહેન દીકરીઓને દર મહિને મિનિમમ 1500 થી 3000 રૂપિયા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો લાડલા યોજના અમલમાં મૂકી છે.

આવી જ યોજના ગુજરાતમાં પણ અમલમાં મૂકવાની માંગ કરી છે. અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર લોકોને લાડલા યોજના હેઠળ પૈસા આપે છે તો શું ગુજરાતની ભાજપ સરકાર તે યોજનાઓને રેવડી કહેશે અને આ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ખુલાસો કરવો જોઈએ કે ગુજરાતના લોકોને બેરોજગારી ભથ્થું અને આર્થિક સહાયતા આપવા માંગે છે કે નહીંઅને જો ન આપવા માંગતા હોય તો મધ્યપ્રદેશરાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર જે પૈસા આપી રહી છે શું રેવડી છે કે નહિ સ્પષ્ટતા કરવી જોઈએ.






Latest News