ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરતું હોય છે. જેમાં આજે તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી નવયુગ કૉલેજ અને સંકુલમાં ચાલતાં  યુનિટમાં નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જાણીતા લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર અને એમની ટીમ અમદાવાદથી ગુરુવંદના કરવા નવયુગમાં આવ્યા હતા અને  રાજુભાઈ આહીરે પોતાની અગાવી શૈલીમાં ગુરુમહિમા, ઉપદેશ અને જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પોતે આજે જે સ્થાને છે તેનો યશ તેમને ગુરુ પી.ડી.કાંજીયા અને નવયુગને આપ્યો હતો.

તેમજ સંકુલમાં પ્રાથમિક વિભાગમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં વિદ્યાર્થીઓએ સ્પીચ આપેલ અને સમૂહ- ગીત ગાયું હતું. જેમાં ગુરુમહિમાની ઝાંખી હતી. ગણપતિજી ,મા સરસ્વતીજી અને કાંજીયાસરના ગુરુ સ્વ: જીવરાજબાપા વિરપરિયાનું પૂજન- અર્ચન કરી ઉજવણી કરવામાં આવેલ હતી. નવયુગ વિદ્યાલય અને રાધે- ક્રિષ્ના વિદ્યાલયમાં  પણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નાનાં બાળકો એ નાટ્યત્મક સંવાદ દ્વારા ગુરુમહિમા સમજાવ્યો હતો. નવયુગ પ્રેપ સેક્સનમાં પણ નાનાં ભૂલકાઓએ પણ ખૂબ સરસ રીતે ગુરુવંદના  કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ટીચર્સ દ્વારા ગુરુ શિષ્યનો નાટ્ય-સવાંદ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ તમામ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને તેમની ઉપસ્થિતમાં યોજવામાં  આવ્યો હતો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા હાજર રહ્યાં હતાં.






Latest News