મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર પાસે ઓમ પાર્કમાં યુદ્ધે ચડેલા ખુટીયાઓએ ચાર ગાડીમાં કર્યું નુકસાન


SHARE







મોરબીના રવાપર પાસે ઓમ પાર્કમાં યુદ્ધે ચડેલા ખુટીયાઓએ ચાર ગાડીમાં કર્યું નુકસાન

મોરબીના રવાપર ગામ નજીક આવેલ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પાસે રાત્રિના સમયગાળા દરમિયાન યુદ્ધે ચડેલા ખુટીયાએ એક કે બે નહીં પરંતુ ચાર ગાડીઓમાં નુકસાન કરેલ છે જેથી કરીને સોસાયટી વિસ્તાર અને શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં રજડતા ઢોર કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા આ રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર દિવસેને દિવસે રજડતા ઢોરનો આતંક વધી રહ્યો છે અગાઉ રજડતા ઢોર યુદ્ધે ચડ્યા હોય તેના કારણે નિર્દોષ લોકોને ઈજા થઈ હોય અને રજડતા ઢોરે હડફેટે લેતા નિર્દોષ વ્યક્તિનું મોત નીપજયું હોય તેવી ઘટનાઓ પણ મોરબી શહેરમાં બની ચૂકી છે તેમ છતાં પણ રજડતા ઢોરને ડબે પુરવા માટે થઈને નક્કર કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી નથી. જેના કારણે રજડતા ઢોરના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય, શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામ થતા હોય તથા ગંદકી થતી હોય તેવું જોવા મળે છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ રજડતા ઢોરને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

દરમિયાન ગઈકાલે રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં મોરબી નજીકના રવાપર ગામ પાસે સૂર્યકિર્તી સોસાયટીની બાજુમાં આવેલ ઓમપાર્ક વિસ્તારમાં રજડતા ખુટીયા યુદ્ધે ચડ્યા હતા અને આ યુદ્ધે ચડેલા ખુટીયાએ ત્યાં પાર્ક કરવામાં આવેલ એક કે બે નહીં પરંતુ ચાર ગાડીઓ જેમાં ઇનોવા, અલ્ટો, સ્વિફ્ટ સહિતની કારનો સમાવેશ થાય છે અને આ ચારેય કારમાં બમ્પર, દરવાજા કાચ વિગેરેમાં નુકસાન કર્યું છે.

સદનસીબે રાતના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી અને શેરી કે સોસાયટીમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા પરંતુ જો કોઈ નિર્દોષ વ્યક્તિ શેરી કે સોસાયટીમાં હાજર હોય અને આ યુદ્ધે ચડેલા ખુટીયા હડફેટે લે અને તેનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરના દરેક સોસાયટી વિસ્તાર અને મુખ્ય માર્ગો ઉપરથી રજડતા ઢોરને વહેલા વહેલી તકે પાલિકા દ્વારા પકડવામાં આવે તે જરૂરી છે.






Latest News