ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર પુર્વ આયોજીત હુમલો કરનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા એસપીને રજૂઆત


SHARE











મોરબીમાં યુવાન ઉપર પુર્વ આયોજીત હુમલો કરનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા એસપીને રજૂઆત

મોરબીના અંદરણા ગામે રહેતા યુવાન ઉપર મોરબી-હળવદ રોડ ઉપર આંતરીને હુમલો કરવામાં આવ્યો હતો અને ધોકા-પાઈપ વડે માર મારવામાં આવતા યુવાનને સારવાર માટે ખસેડાયો છે અને આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવામાં આવતા ભોગ બનેલ યુવાનના કાકા દ્વારા જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરવામાં આવેલ છે.

 મોરબી આમ આદમી પાર્ટી તેમજ ભરવાડ સમાજના આગેવાન અને ભોગ બનેલ યુવાનના કાકા ગોકળભાઈ પરમાર દ્વારા જિલ્લા પોલીસવડાને લેખિતમાં કરાયેલ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે કે, ગત તા.૨૧-૬-૨૪ ના રોજ અમારી ભેરુનાથ હોટલે આવીને સામાવાળાઓએ ઝગડો કરેલ દારૂ પીને દંગલ કરેલ (મફત ખાવા માટે) હરેશ ભારા કાયમ જમવાના પૈસા આપતો નહીં.જેથી હોટલના સંચાલક સાથે જગડો કરીને જતા રહેલ ત્યાર બાદ રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસ્સામાં એક થાર ગાડી, બે ક્રેટા, એક ઇકો, ૧ સ્કોર્પીયો તથા ૨ થી ૩ બાઇક સાથે હુમલો કરવા ઘસી આવેલ ત્યારે અમોએ પોલીસને જાણ કરેલ પરંતુ પોલીસ આવી જતા તેઓ નાસી ગયેલ અને ધમકી આપતા ગયેલા કે પોલીસ આવી ગઇ છે એટલે તમો બચી ગયા છો જયાં ભેગા થશો ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયેલા.

ત્યાર બાદ સાંજના તેઓના બે આગેવાનો સમાધાન માટે અમારે ઘરે તા.૨૨-૬-૨૪ ના રોજ આવેલા અને સમાધાન થઇ ગયેલ. પરંતુ તે સમાધાન કરવા આવેલ આગેવાનોના પેટમાં પાપ હતું અમારે સમાધાન થઇ ગયેલ હતુ એટલે અમોને બીજુ કોઇ ટેન્સન ન હતુ પરંતુ તે લોકોએ બનેલી ઘટનાનો ખાર-ઝેર રાખીને તા.૮-૭-૨૪ ના રોજ બપોરે ૧ વાગ્યાની આસપાસ સામાવાળા હરેશ ભારા રાતડીયા, મશરૂ હીન્દુ રાતડીયા, ધમા પોપટ રાતડીયા, કાના જશા રાતડીયા, નીલેશ જગા રાતડીયા તેમજ એક અજાણ્યો શખ્સ નામ આવડતુ નથી.આ માણસો કોઈ વાહનમાં આવેલા અને સબરી હોટલની સામે નવા ઘુંટુ રોડ આ છ સખ્સોએ મારા ભાઇના દિકરા (ભત્રીજા) જયેશકુમાર ઉર્ફે જીજ્ઞેશ ભોજાભાઇ પરમાર કેજે સિંધોઈ ટ્રાન્સપોર્ટની ઓફીસે ગાડીઓના હીસાબ કરાવવા માટે ગયેલ ત્યારે પુર્વ આયોજીત કાવતરાથી જયેશ ઉર્ફે જીજ્ઞેશ ઉપર હુમલો કરવામાં આવેલ તેમા જયેશને હાથમાં અને પગમાં બેફામ રીતે ઢોર માર ધોકા અને પાઇપ વડે મારતા હાથમાં ફેકચર થઇ ગયેલ છે અને પગમાં મુંઢ માર મારેલ છે.આમ આ લોકો કાયદો હાથમાં લઇને ફરતા હોય તેમની સામે કડમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે.

વધુમાં ગોકળભાઈએ જણાવ્યું હતું કે મને તથા મારા દિકરા કે મારા ભાઇના દિકરાઓ તેમજ અમારા પરિવારને કોઇપણ જાતનું વાહન અકસ્માત થાય કે અજાણ્યા માણસો દ્વારા મારકુટ કે લે-ભાગુઓ દ્વરા ખોટી ફરિયાદો થાય તો આ દરેક વાત માટે અરજીમાં જણાવેલ લોકોને જવાબદાર ગણવા.આ માણસો જનુની સ્વભાવના તેમજ માથાભારે તેમજ ગેરકાયદેસર મંડળીઓ રચીને એકદોકલ માણસોને રોકીને ધાક-ધમકીઓ આપવા જે તેમની માનસીકતા છે.આ ઉપરાંત અનેક ગેરકાનુની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.અને અગાઉ પણ હુંમલાઓ કરેલ છે અને અમે ફરિયાદો કહેવાલ છે.પરંતુ ગુન્હાહીત પ્રવૃતિઓ ધરાવતા લોકો સુધર્યા નથી અને પુર્વયોજીત હુંમલો કરેલ છે તેથી આ લોકોને કાયદાનો પુરેપુરો અનુભવ થાય અને ગુન્હાહીત પ્રવૃતી બંધ કરી દે તેવી જડબે સલાક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News