મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કૂતરું આડુ આવતા બાઇકને બ્રેક કરતાં યુવાનને ડમ્પર ચાલકે કચડી નાખ્યો: ગુનો નોંધાયો


SHARE











મોરબીના રંગપર પાસે કૂતરું આડુ આવતા બાઇકને બ્રેક કરતાં યુવાનને ડમ્પર ચાલકે કચડી નાખ્યો: ગુનો નોંધાયો

મોરબીના રંગપર ગામની સીમમાં જેતપર રોડ ઉપર ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હીરાપરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા સતિષભાઈ અણદાભાઈ ફેફર જાતે પટેલ (39) એ ડમ્પર નંબર જીજે 36 ટી 6881 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર (29) પોતાનું બાઈક નંબર જીજે 36 જે 8319 લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં કોયો સિરામિક સામેથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી તે યુવાને પોતાના બાઈકને બ્રેક કરી હતી અને ત્યારે પાછળ આવી રહેલ ડમ્પર ચાલકે તેને ઠોકર મારતા અકસ્માત થયો હતો અને ડમ્પરનું વ્હીલ ફરિયાદીના ભાઈના માથા ઉપરથી ફરી ગયું હતું જેથી માથું કચડાઈ જવથી તેનું ગંભીર ઇજાના લીધે મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પાલાભાઈ (54) નામના આધેડ મોરબીના રંગપર ગામ પાસે હતા ત્યારે ત્યાં અજાણ્યા વાહન સાથે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી.પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા અનિલભાઈ લાભુભાઈ ઉડેચા (26) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામથી મોરબી તરફ આવતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થવાના કારણે અનિલભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News