મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત : ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના ભરતનગર પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત : ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે વ્યક્તિને ઈજા થતાં ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી કરી હતી. 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા છગનભાઈ ચૌધરી (36) અને વંદુબેન ચૌધરી (27) નામના બે વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણા કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં આ બંને વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા શૈલેષભાઈ બેચરભાઈ મકવાણા (35) નામના યુવાનને મોરબીમાં સેવા સદનના ગેટ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને ઇજા થયેલ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.






Latest News