મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીના એસપી રોડે એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના એસપી રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના સનાળા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર 1સોલીટર હાઈટમાં રહેતા વિવેક હર્ષદભાઈ ઠોરીયા (34) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પોતાના ઘરે પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી રહી છે. અને તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુવાન બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય કયા કારણોસર તેણે આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરમાં થયેલ મારામારીના બનાવમાં દિવ્યાબેન કનુભાઈ ભોજક (23) અને નેહાબેન કનુભાઈ ભોજક (19) ને ઈજાઓ થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News