મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે ગંદકી અને ઉબડખાબડ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા પાલિકાને સાત દિવસનું અલ્ટીમેટમ


SHARE







મોરબીના આલાપ રોડે ગંદકી અને ઉબડખાબડ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા પાલિકાને સાત દિવસનું અલ્ટીમેટમ
 
મોરબી શહેરના આલાપ રોડ ઉપર ગટરના ગંદા પાણી વહે છે અને રસ્તો પણ ઉબડખાબડ છે તે બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં આવેદન પાઠવવામાં આવ્યુ હતુ અને પ્રશ્ન ઉકેલવા માટે સાત દિવસનુ અલ્ટીમેટમ આપેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ ભાવિકભાઇ મુછડીયા, ચિરાગભાઇ રાચ્છ સહિતના કોંગ્રેસના આગેવાનોએ આલાપ રોડના સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી પાલિકામાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમા જણાવ્યું હતુ કે, આલાપ રોડ પર શિવશક્તિ પાર્કના ગેઇટ સામે ગટરના ઢાંકણામાંથી ૨૪ તલાક ગંદુ પાણી બહાર આવે છે અને રોડ ઉપર ગંદકી વહી રહી છે. આ પ્રશ્ન અંદાજે છ મહિનાથી છે. અને સોસાયટીના લોકોએ રજૂઆત કરેલ હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગંદકીના લીધે લોકોના સ્વસ્થ્યને અસર થાય તેવી શક્યતા છે. જેથી તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને સાત દિવસમાં પ્રશ્ન નહિ ઉકેલાય તો સોસાયટીના લોકોને સાથે રાખી કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે






Latest News