હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર નજીકથી 625 લિટર દેશી દારૂ ભરેલ ગાડી સાથે બે ની ધરપકડ: 3.12 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના જોધપર નજીકથી 625 લિટર દેશી દારૂ ભરેલ ગાડી સાથે બે ની ધરપકડ: 3.12 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી ટાટા ટીગોર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી 625 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 12,500 નો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,12,500 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી ટાટા ટીગોર ગાડી નંબર જીજે 33 બી 8866 પસાર થઈ રહી હતી જે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 625 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે 12,500 ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,12,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નાંગભાઈ ઉર્ફે નાગરાજ નકુભાઈ ધાધલ જાતે કાઠી દરબાર (22) અને ભાભલુભાઈ શિવકુભાઈ કપરાડા જાતે કાઠી દરબાર (33) રહે. બંને વેલાણા તાલુકો થાન વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

મોરબીના માઈન સુપરવાઇઝર જે.એમ.કરમુર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ગાળા ગામના પાટીયા પાસેથી નીકળેલ ડમ્પર નંબર જીજે 36 ટી 7920 ને અટકાવીને તેમાં ભરવામાં આવેલ અન અધિકૃત ખનીજ બાબતે પૂછપરછ કરવામાં આવતા આધાર પુરાવા ન હોય ચાલક કિરણ સામતભાઈ કોળી રહે.ગેડી રાપર (કચ્છ) વાળાની પૂછપરછ કરીને દંડ વસુલાત માટે વાહન જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.તેમજ વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસેથી વાહન નંબર જીજે 36 વી 3819 ને અટકાવવામાં આવ્યુ હતુ અને તે વાહનના ચાલક કાનજી ઘોઘાભાઇ ટોટા રહે.હસનપર તા.વાંકાનેર વાળાની પાસે તેના વાહનમાં ભરવામાં આવેલ 32 મેટ્રિક ટન ફાયર કલે બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે તે વાહન પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.






Latest News