હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં છબીલે ન્યાજ લેવા લાઇનમાં ઊભા રહેવાનુ કહેનાર મહિલ સહિત બે વ્યક્તિને ચાર મહિલા સહિત આઠ લોકોને મારમાર્યો


SHARE







મોરબીમાં છબીલે ન્યાજ લેવા લાઇનમાં ઊભા રહેવાનુ કહેનાર મહિલ સહિત બે વ્યક્તિને ચાર મહિલા સહિત આઠ લોકોને મારમાર્યો

મોરબી શહેરના સિપાઈવાસ વિસ્તારમાં મોહરમ નિમિત્તે છબીલે ન્યાજ લેવા માટે મહિલા ગઈ હતી ત્યારે લાઈનમાં ઊભા રહેવાના બદલે બીજી મહિલા લાઇનમાં વચ્ચે ઘૂસી હતી જેથી લાઇનમાં ઘૂસી ગયેલ મહિલાને ટૉકી હતી જેથી તેને સારું નથી લાગતા બોલાચાલી અને ઝઘડો કર્યો હતો બે મહિલાને ચાર મહિલા સહિત આઠ લોકોને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં કુલ આઠ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સિપાહીવાસ વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા અંજુમબેન જુસબભાઈ જિંદાણી જાતે કુરેશી (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનિશાબેન તોફિકભાઈ મતવા, જુબેદાબેન કાસમભાઇ, હાજીભાઈ મુસાભાઇ મતવા, શકીનાબેન ઈબ્રાહીમભાઇ મતવા, અમીનાબેન ઈબ્રાહીમભાઇ મતવા, ઇનાયતભાઈ મુસાભાઇ મતવા, સલીમભાઈ ઇબ્રાહીમભાઇ મતવા અને મુસાભાઇ ઇબ્રાહીમભાઇ મતવા રહે. બધા સીપાઈવાસ મસ્જિદ વાળી શેરી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોહરમના તહેવાર નિમિત્તે છબિલે ન્યાજ લેવા માટે તેઓ ગયા હતા અને લાઈનમાં ઉભા હતા દરમિયાન અનિશાબેન મતવા લાઈનમાં વચ્ચેથી ઘૂસી જતા ફરિયાદીએ તેઓને લાઈનમાં ઘૂસવા બાબતે ટોક્યા હતા અને જે તેઓને સારું નહીં લાગતા ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જુબેદાબેન વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને આરોપીઓએ વારાફરતી આવીને ફરિયાદી મહિલા તથા સાહેદને મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા માધવજીભાઈ બીજલભાઇ જાદવ (70) નામના વૃદ્ધ મોરબી શહેરમાં સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી બાપુના બાવલા પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્ય વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને  સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી    

બાઇક સ્લીપ

મૂળ એમપીના રહેવાસી અને હાલ લાલપર ગામે રહેતા ખુમા શામજીભાઈ નુનાવા (23) નામનો યુવાન બાઈક લઈને મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર લખધીરપુર ચોકડી નજીકથી પસાર થતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી






Latest News