મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્દોષ રિક્ષા ચાલકને ધોકા વડે માર મારીને પતાવી દેવાની ધમકી આપનાર પત્રકારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ


SHARE







મોરબીમાં નિર્દોષ રિક્ષા ચાલકને ધોકા વડે માર મારીને પતાવી દેવાની ધમકી આપનાર પત્રકારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ

મોરબીમાં થોડા દિવસો પહેલા શનાળા રોડે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રિક્ષાનો યુટર્ન લેવા માટે રીક્ષા ચાલક પોતાની રીક્ષા સામેથી વાહન આવતું હોય ઉભી રાખીને ઉભો હતો.દરમિયાન પાછળથી પત્રકારે તેની કાર રિક્ષામાં અથડાવી હતી ! અને ત્યારબાદ ચોરી ઉપર સે સીના જોરીની જેમ પત્રકારે તેની કારમાંથી ધોકો કાઢીને રીક્ષા ચાલકને માર માર્યો હતો અને રિક્ષામાં નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ “હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસ” તેવી ધમકી પણ આપી હતી.જે બનાવની ફરિયાદ આધારે પોલીસે હાલમાં પત્રકારની ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા સંદીપભાઇ અનીલભાઈ જોષી (32) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા.10 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં તે પોતાની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0847 લઈને મોરબીના ઉમીયા સર્કલથી નવા બસ સ્ટેશન તરફ આવ્યો હતો અને ત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે યુટર્ન લેવો હતો જો કેસામેથી વાહન આવતું હોવાથી તેને પોતાની રિક્ષાને બ્રેક કરી હતી અને ત્યારે આરોપીએ પાછળથી તેની કાર ફરિયાદી યુવાનની રીક્ષામાં ધડાકાભેર અથડાવી હતી.જેથી ફરિયાદી નીચે ઉતારીને ગાડી વાળાને “ભાઈ જોયને ચલાવો” તેવું કહ્યું હતું જે રવિને સારું નહીં લગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી.

જેથી ફરિયાદી કહ્યું કે, “તમે મારી રિક્ષા પાછળ તમારી ગાડી અથડાવેલ છે અને તો પણ મને ગાળો કેમ આપો છો” જેથી કાર ચાલકે તેની ગાડીમાથી લાકડાનો ધોકો કાઢીને રિક્ષા ચાલકને માર માર્યો હતો. અને રવિએ જતાં જતાં રિક્ષા ચાલકને કહ્યું હતું કે, “હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસ” જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે તપાસનીસ અધિકારી અરવિંદભાઇ જાપડિયા દ્વારા મારમારી  કરનાર પત્રકાર રવિ ભડાણીયા (26) રહે.ગોકુલધામ સોસાયટી મોરબી વાળાની સામે કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ બીજી વખત સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News