મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે સર્વરોગ  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ


SHARE







મોરબીમાં શનિવારે સર્વરોગ  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ

નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા.૧૩-૭ ને શનિવારે સમય સલારે ૯ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુષ્માન આરોગ્ય મંદિર,  પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ, મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન  કરવામાં આવેલ છે.આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયેલ છે.

 

કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) અને વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) સેવા આપશે.કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર વિનામૂલ્યે મળી રહેશે.આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ થશે.હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા  ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા  જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવશે.






Latest News