મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !


SHARE







મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !

મોરબીના ઉધ્યોગારો અને આગેવાનોના ફેક આઈડી સોશ્યલ મીડિયામાં બનાવીને રૂપિયા માંગવામાં આવે તેવું અનેક વખત બન્યું છે તેવી જ રીતે હાલમાં મોરબીમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરનું ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને તેના મિત્રો સહિતના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી કોઈને પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા માટે તેઓએ લોકોને જાણ કરી છે.

મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલના ડો. પ્રહલાદ ઉઘરેજાના નામથી ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને ભેજાબાજ શખ્સ દ્વારા તેના મિત્રો સહિતના લોકોને મેસેજ કરીને તાત્કાલિક પૈસાની જરૂર છે તેવા મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જો કેઆ વાત ડો. પ્રહલાદ ઉઘરેજાના ધ્યાને આવતાની સાથે જ તેમણે મિત્રો સહિતના સગા સંબંધીઓને ઓનલાઈન પૈસા ન આપવા માટેની જાણ કરી હતી. અને સોશ્યલ મીડિયાના મધ્યમથી તેઓની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિએ પૈસા ન આપવા માટે તેને અપીલ કરી છે અને આ અંગેની તેઓએ પોલીસને પણ જાણ કરેલ છે.






Latest News