મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ: ભરતનગર ગામે પણ કરાયું વૃક્ષારોપણ


SHARE







મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ સ્મશાન ખાતે કલેકટરની હાજરીમાં વૃક્ષારોપણ: ભરતનગર ગામે પણ કરાયું વૃક્ષારોપણ

હાલ વર્ષાઋતુ ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સ્મશાનના પરિસરમાં કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


મોરબી જિલ્લામાં હાલ વૃક્ષારોપણની મુહીમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલા સ્મશાનના પરિસરમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા, સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ડી.એસ.પટેલ, ઉપપ્રમુખ જયોતિસિંહ જાડેજા, ખજાનચી કમ મંત્રી મનજીભાઈ સરાવાડીયા, કેશવજીભાઈ આદ્રોજા, થોભણભાઈ અઘારા, અનીલભાઈ વાઘેલા, કેશવજીભાઈ કંડીયા, રાજવિરસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, મનસુખભાઈ માકાસણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  આવી જ રીતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા ભરતનગર ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપસરપંચ સવજીભાઈ સુરાણી, સહકારી મંડળીના પ્રમુખશ્રી નવીનભાઈ ફેફર સહિતના હાજર રહ્યા હતા.






Latest News