મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત


SHARE







મોરબીના વાડીમાં વિસ્તારમાં માલીકીની જમીનમાં ગેરકાયદે પાણીની લાઇન પથરવાનું કામ બંધ કરવા ખેડૂતની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ વાડીમાં માલીકીની જમીના ગેરકાયદે પાણીની લાઇન પથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ખેડૂત દ્વારા આ કામને તાત્કાલિક બંધ કરવામાં આવે તેના માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.  

મોરબીમાં ગોકુળનગરની પાછળ આવેલ ઘૂડની વાડીમાં રહેતા સંજયભાઈ છગનભાઈ ડાભીએ ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વજેપરના સર્વે નંબર ૭૧૮ માં માલીકીની જમીન આવેલ છે તેમાં ગેરકાયદસર રીતે પાણીની લાઈન તથા વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં ખેડૂતે જણાવ્યુ છે કે, જમીન ખાતેદારોની માલીકીની છે અને ખંડ મોટો હોય તેમાં ઘણાં બધા ખેડુત ખાતેદારો છે જેથી તમામને તેમની જમીનમાં આવવા જવા માટે જમીનની ઉતર શેઢ આશરે આઠ ફુટનો રસ્તો બાપદાદાના વખતથી રાખેલ છે. અને આ રસ્તો ખાનગી રસ્તો છે. અને જમીનની માલીકી પણ તેઓની જ છે.

તેમ છતાં પણ માલીકીના રસ્તામાં નવો હકક ઉભો કરવા કેસ મામલતદારમાં કરવામાં આવેલ છે. અને મામલતદારએ એકતરફી રજુઆતોને ધ્યાને લઈ તા. ૨૩/૪/૨૪ ના રોજ રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો છે. જેથી કરીને તેની સામે ખેડૂતે નાયબ કલેકટરની કોર્ટમાં રીવીઝન અરજી કરેલ છે જે પેન્ડીંગ છે. તો પણ અધિકારી પોલીસને સાથે રાખીને માલીકીની જમીનમાં રસ્તો કરાવેલ છે આટલું જ નહીં મામલતદારે રસ્તા ઉપર જે દબાણ હોય તે દુર કરવાનો હુકમ કરેલ છે. પરંતુ તેઓની માલીકીની જમીનમાં અને રસ્તા પર દબાણ કરેલ છે તેને દૂર કર્યું નથી ! અને પાલીકાના માણસોએ જેસીબીથી ખાડા કરીને પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કરી દીધેલ છે ? જેથી કરીને માલીકીની જમીનમાં ગેરકાયદેશર નાખવામાં આવી રહેલ પાણીની લાઈનનું કામ રોકવાની માંગ કરેલ છે






Latest News