મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા
Breaking news
Morbi Today

હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ


SHARE











હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ

હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 3100 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના ત્રણ માળિયા ક્વાર્ટરની ઓફિસ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી રમેશભાઈ હેમુભાઈ ઉડેચા જાતે કોળી (40) રહે. ત્રણ માળીયા હળવદ, ઇલિયાસભાઈ ઉર્ફે અલી અબ્દુલભાઈ જાતે સંધિ (24) રહે. જીઆઇડીસી પાસે હળવદ, મેહુલભાઈ લાભુભાઈ ધામેચા જાતે કોળી (25) રહે. ભવાનીનગર હળવદ અને હરેશભાઈ જેઠાભાઇ રબારી જાતે રબારી (40) રહે. ભવાનીનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 3100 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો અબ્દુલ તનવીરભાઈ ડોસાણી (17) નામના યુવાનને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભવાની સોડા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી. અને આ બનાવી પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતો દિનેશ કનૈયાલાલ યાદવ (2) નામનો બાળક બાઇક ઉપર બેસીને ટિંબડી ગામના પાટીયા પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેમાં બાળકને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી છે






Latest News