મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના વાલી વરસને શોધવા કવાયત


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના વાલી વરસને શોધવા કવાયત

વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વરસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા અપીલ કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને વાંકાનેર સિવિલે લઈને આવ્યા હતા. અને વાકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે. જો કે, હજુ સુધી તેના વાલી વરસ મળી આવેલ નથી જેથી મૃત્યુ પામેલ યુવાન આશરે 30 થી 35 વર્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં "નેનુસિંહ" તથા  "ત્રિશુલ" આકારની ડિઝાઇન અને જમણા હાથના પોચા પર 'ઓમ' ત્રાજવાથી ત્રૉફાયેલ છે તેમજ કાળા કલરના ટીશર્ટ, બ્લુ કલરનું નાઈટ ડ્રેસ પેન્ટ પેરેલ છે આ મૃતકના વાલી વારસદારની શોધખોળ વાંકાનેર તાલુકા પોલીસ હાથ ધરી છે અને વધુ તપાસ એએસઆઇ જે.કે.અઘારા ચલાવી રહ્યા છે.






Latest News