મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ


SHARE











મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ

મોરબીમાં નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવતું હોવાનું અગાઉ સામે આવ્યું છે ત્યારે હાલમાં વવાનીની સિઝન છે ત્યારે નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ ન થયા તે માટે ચેકિંગ કરવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ડીડીઓને રજૂઆત કરેલ છે.

ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂતો ખેતી કામ શરૂ કર્યું છે ત્યારે મોરબીમાં અગાઉ નકલી ખાતર, નકલી બીયારણ, જંતુનાશક દવાનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને ઘણી વખત આ નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાના લીધે ખેડૂતોના પાકને પણ નુકશાન થાય છે અને તેઓની મહેનત અફળ જાય છે આટલું જ નહીં તેઓને આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે ત્યારે મોરબી જિલ્લાના ડીડીઓને ગ્રાહક સુરક્ષા મંડળના મોરબી શહેર અને જિલ્લાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા ખોરાક અને ઔષધ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવે અને દરેક જંતુનાશક દવાની દુકાનની તલાસી લઇ નકલી વસ્તુ શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News