મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !


SHARE







મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો હોય છે જેને  અટકાવવો ખૂબ જરૂરી છે અને લોકો સ્વયંભૂ કાળજી લે. મોરબી જિલ્લાના ગ્રામ્ય તથા શહેરીજનોને સુરક્ષિત રહે તે માટે પાણીજન્ય રોગોથી બચવા માટે કેટલાક સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં શુદ્ધ પાણી પીવાનું કહેવામા આવે છે જો કે, તંત્ર ફિલ્ટર કર્યા વગર જ પાણી આપે છે તેનું શું તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા સુરક્ષિત પાણી પીવા માટે કહેવામા આવ્યું છે અને ખાતરી કરો કે તમારું પીવાનું પાણી ટ્રીટેડ અને શુદ્ધ છે. તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે જો કે, પાલિકાનો સમાકાંઠે વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેનું  શું તે જોવાની તસ્દી કોણ લેશે તે સવાલ ઉઠી રહયો છે. અને દૂષિત પાણીના સ્ત્રોતો તળાવો, નદીઓ અથવા કુવાઓ જેવા અજાણ્યા અથવા અનહાઇજીનીક સ્ત્રોતોમાંથી પીવાનું પાણી ન લેવા માટેની સલાહ આપવામાં આવેલ છે. જો કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફિલ્ટર હાઉસની સફાઈ કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ છે. તેમજ ફળો અને શાકભાજી ધોઈને ખાવા, કાચા અથવા ઓછા રાંધેલા માંસ, સીફૂડ અને ઈંડાને ટાળો, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો, તબીબની સલાહ બાદ બજારમાં ઉપલબ્ધ કોલેરા, ટાઈફોઈડ અને હેપેટાઈટીસ A જેવા પાણીજન્ય રોગો સામે રસી લેવાનું વિચારો તે સહિતના સુફિયાણી સલાહ આપવામાં આવી છે જો કે, તંત્રની જે બેદરકારી છે તેના માટે કોઇની સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આગામી સમયમાં બતાવશે.






Latest News