મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ


SHARE











વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસના જમણા કાંડા પર 'MAA' અને 'B' અને 'JAGNYA' લખેલું છે. અને પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશનથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. અને મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો તેની માહિતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને આપવા અપીલ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156  અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 ઉપર સંપર્ક કરવા ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યુ છે.






Latest News