મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ માટેલીયા ધરામાં કાર ખાબકી, પાંચ લોકોનો આબાદ બચાવ


SHARE







વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને કાર લઈને આવેલા લોકોની કાર માટેલીયા ધરા પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કારચાલકે કારમાં બ્રેક ના બદલે ભૂલથી લીવર દબાવી દેતા કાર સીધી ધરામાં ખાબકી  હતી જોકે, રામાં હાલ પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા ચારથી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને ગુજરાત અને ગુજરાત બહારથી અનેક ભક્તો આવતા હોય છે તેવી જ રીતે કાર લઈને ચારથી પાંચ લોકો આજે માટેલ ગામે માતાજીના દર્શન કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે ધરાની નજીક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી. જે કારમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠા હતા અને કાર ચાલકે કારને બ્રેક લગાવવાના બદલે ભૂલથી લીવર લગાવી દેતા કાર સીધી જ માટેલીયા ધરામાં ખાબકી હતી જોકે કાર ધરામાં પડી ત્યારે તેમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠેલા હતા પરંતુ હાલ ધરામાં પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે






Latest News