મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે


SHARE











મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે

મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ અન્વયે જિલ્લાની ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ મળી કુલ ૨૧,૬૩૮ બાળકો શિક્ષણના એક નવા અધ્યાયમાં પા પા પગલીઓ પાડશે. જ્યારે ધોરણ ૯ માં ૬૪૩૩ બાળકો પ્રવેશ મેળવશે.

સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, ઉપરાંત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળાઓમાં કરવામાં આવશે. જેમાં ૪૩૮૬ બાળકો આંગણવાડી, ૮૯૩૯ બાળકો બાલવાટિકાઅને ૮૩૧૩ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

૧૦૦% નામાંકન માટે દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં રાજ્યના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા રાજ્યની તમામ શાળાઓની મુલાકાત ત્રણ દિવસ સુધી લેવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના ફળસ્વરૂપે શાળાઓમાં ૧૦૦% નામાંકન સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી છે. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે અને શાળામાં સ્થાયીકરણનું પ્રમાણ વધ્યું છે.






Latest News