ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ૪ વર્ષ પૂર્ણ થતાં ૪ દિવસ સુધી ફ્રી મેગા નિદાન-મહા રક્તદાન કેમ્પનું આયોજન 


SHARE







મોરબીની નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ૪ વર્ષ પૂર્ણ થતાં ૪ દિવસ સુધી ફ્રી મેગા નિદાન-મહા રક્તદાન કેમ્પનું આયોજન 

મોરબીની જાણીતી નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૪ દિવસ ફ્રી મેગા નિદાન કેમ્પ તથા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા નિદાન આગામી તા.૧-૭ થી તા.૪-૭ સુધી રાખવામાં આવેલ છે.જેમાં હાડકાંના રોગોના નિષ્ણાંત સર્જન ડો.મહેન્દ્ર ફેફર, બી.પી-ડાયાબિટીસના મેડિસીન વિભાગના નિષ્ણાંત ડો.મોનિકા પટેલ, પેટ અને આંતરડાના નિષ્ણાંત સર્જન ડો.માધવ સંતોકી, સ્ત્રી રોગ વિભાગનાં નિષ્ણાંત ડો.વૈશાલી સદાતિયા, બાળકોના રોગોના નિષ્ણાંત ડો.મયુર ગ્વાલાની, જૂના દુખાવાની સારવારના નિષ્ણાંત ડો.બ્રિંદા ફેફર તથા કસરત વિભાગનાં નિષ્ણાંત ડો.તૃષા મોરડીયા સેવા આપવાના છે.કેમ્પમાં ફ્રી માં કન્સલ્ટેશન, બી પી, ડાયાબિટીસ, હાડકાની તાકાત, નસનો રિપોર્ટ, ફેફસાની તાકાતનો રિપોર્ટ ફ્રી માં કરી આપવામાં આવશે.

જો જરૂર જણાય તો એક્સ-રે, છાતીની પટ્ટી, છાતીની સોનોગ્રાફી, હદયની ક્ષમતાનો રિપોર્ટ ૫૦ ટકાના રાહતદરે તથા લોહીના રિપોર્ટ, સી.ટી સ્કેન, કે કોઈપણ સર્જરી કે જેમાં હાડકા, પેટની કે ગાયનેક (સ્ત્રીઓ) ને લગતી સર્જરી ૩૦ ટકા સુધી રાહત દરે કરી આપવામાં આવશે.દવા અને  બાળકો તથા સ્ત્રીને આપવામાં આવતી રસીમાં ૧૦ ટકા સુધી રાહત કરી આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. નામ નોંધાવવા માટે.ફોન નંબર (02822)222222 કે મોબાઇલ નંબર 75020 62222 ઉપર નોંધણી કરાવવાની રહેશે.કેમ્પ તા.૧-૭ થી ૪-૭ નક્ષત્ર હોસ્પિટલ, મહેશ હોટેલ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.તેમજ તા.૫-૭ ના રોજ મહા રક્તદાન કેમ્યનું પણ આયોજન કરવામાં આવેલ હોય મોરબીવાસીઓને લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News