ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના બંધુનગર પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જતા યુવાનના બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.ઉપરોક્ત બાબતે મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડી સામે આવેલ નવા સેવાસદન નજીકની ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતો ધ્રુવ ભૂપતભાઈ વારનેસિયા નામનો 19 વર્ષનો યુવાન બાઈક લઈને વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો.ત્યારે બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલની નજીક તેના બાઈકને કોઈ ડમ્પર ચાલકે ઝપટે લેતા ઇજા પામેલ ધ્રુવને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા રમેશભાઈ કે. રાઠોડ નામના 57 વર્ષીય આધેડ બાઈક લઈને મોરબીના શનાળા-કંડલા બાયપાસ વિરાટ પાંઉભાજી નજીકથી જતા હતા.ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેથી ઇજા પામેલ રમેશભાઈ રાઠોડને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા માનુબેન નાનજીભાઈ નામના 84 વર્ષીય વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં લખધીરનગર પાસે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજા પામ્યા હતા.જેથી સારવારમાં ખસેડાયા હતા.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સ્કૂલ પાસે રહેતા હસુભાઈ જાદવજીભાઈ અડીયેચા નામના 65 વર્ષીય વૃદ્ધને મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ જલારામ ગેસ્ટ હાઉસ નજીક તા.18 ના સવારે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના હરેશભાઈ ચાવડાએ પહોંચીને મારામારીના બનાવની આગળની તપાસ કરી હતી.






Latest News