મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી 16 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: દારૂ આપનારને પકડવા તજવીજ


SHARE







વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી 16 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: દારૂ આપનારને પકડવા તજવીજ

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં ઢુવા માટેલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 16 બોટલો મળી આવી હતી જેથી કરીને 3900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં ઢુવા માટેલ રોડ ઉપર આવેલ આઈકા સીરામીક સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 16 બોટલો મળી આવી હતી જેથી કરીને 3900 ની કિંમતનો દારૂ જથ્થો કબજે કરીને પોલીસે આરોપી કાનાભાઈ મેરાભાઈ ટોટા જાતે ભરવાડ (24) રહે. શીતળાધાર માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેને આ દારૂનો જથ્થો મુકેશભાઈ રાણાભાઇ ડાભી જાતે ભરવાડ રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં રહેતા કવિતાબેન હરિલાલ સોલંકી (58) અને રાકેશ નારણભાઈ ખેતરીયા (22) રહે. સોના ફિલ્ડ કારખાનામાં જુના ઘૂટું રોડ ઉપર મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીમાં ત્રાજપર ખારી ધાર વિસ્તારમાં રહેતા સોમાભાઈ નાથાભાઈ સરાણીયા (48) નામનો યુવાન તેના દીકરા સાથે રિક્ષામાં જતો હતો ત્યારે રિક્ષામાંથી તે પડી જતા તેને જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.






Latest News