મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે પીએચસી પાછળ બાવળની કાંટમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના ઘૂટું ગામે પીએચસી પાછળ બાવળની કાંટમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના ઘૂંટું ગામની સીમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ની પાછળના ભાગમાં ખરાબમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા બાવળની કાંટમાંથી પોલીસને દારૂની 37 બોટલ તેમજ એક બાઈક સ્થળ ઉપરથી મળી આવ્યું હતું.જેથી કરીને પોલીસે રૂા. 41,100 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને બાઈક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેથી ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી.ત્યારે સ્થળ ઉપર બાવળની કાંટમાંથી દારૂની 37 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે રૂા.11,100 ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક બાઈક નંબર જીજે 36 એજી 3045 જેની કિંમત 30,000 આમ કુલ મળીને 41,100 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો અને જે બાઇક મળી આવેલ છે તે બાઈકના ચાલકની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઝેરી જંતુ કરડી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગર વિસ્તાર પાસે આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા ગીતાબેન દેવજીભાઈ ભીલ નામના 35 વર્ષના મહિલા તા.૧૭-૬ ના રોજ રાત્રિના ઘરે સુતા હતા.તે દરમ્યાનમાં તેણીને કોઈ ઝેરી જંતુ કરડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી આ અંગે પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.
 
ઝપાઝપીમાં પડી જતા ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ વી ટાઇલ્સ પાર્સલોના નામના યુનિટ પાસે ઓટા ઉપર બેસીને વાતચીત ચાલુ હતી.તે દરમ્યાનમાં પૈસાની લેતી-દેતી બાબતની બોલાચાલીમાં ઝપાઝપી થવાથી ધક્કો લાગતા પડી જવાની લીધે રવિભાઈ ચૌહાણ (28) રહે.જીલટોપ સીરામીક પાસે જુના ઘુંટુ રોડ તેમજ અનિલ રામભાઈ ગોપ (39) રહે.હાઉસિંગ બોર્ડ મોરબી વાળાઓને રાત્રિના બે વાગ્યાના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બાદમાં બનાવ સંદર્ભે પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમારે તપાસ કરી હતી જેમાં સામે આવ્યુ હતુ કે પૈસાની લેતી દેતી બાબતની બોલાચાલીમાં ઝપાઝપીમાં ધક્કો લાગી જતા બંનેને ઇજાઓ પહોંચી હતી.






Latest News