મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં બે વ્યક્તિ ડૂબ્યાનો કોલ મળતા તંત્ર, મોકડ્રિલ જાહેર થતાં રાહતનો શ્વાસ લીધો


SHARE







મોરબીની મચ્છુ નદીમાં બે વ્યક્તિ ડૂબ્યાનો કોલ મળતા તંત્ર, મોકડ્રિલ જાહેર થતાં રાહતનો શ્વાસ લીધો

મોરબીની જુના આરટીઓ ઓફિસ પાસે બ્રિજ પાસે મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિનો કોલ મળ્યો હતો જેથી ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વિગેરે વિભાગના અધિકારી અને કર્મચારીઓ ત્યાં જવા માટે રવાના થયા હતા અને કામગીરી પૂર્ણ થાય બાદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ રાખવામા આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી સહુકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

મોરબી સીટી મામલતદાર અને મોરબી ફાયર ઓફિસરએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થશે ત્યારે કોઈ જગ્યાએ લોકોને ડૂબવાની કે પછી બીજી કોઈ પણ ઘટના બને ત્યારે તંત્ર કેટલું સ અજાગ છે તે જાણવા માટે મોરબી જૂની આરટીઓ ઓફિસ પાસે બ્રિજ આવેલ છે ત્યાં મચ્છુ નદીમાં ન્હાવા પડતા બે વ્યક્તિ ડુબવા લાગ્યા છે તેવો કોલ આપવામાં આવ્યો હતો જેથી કરીને ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ ત્યાં બચાવ માટે દોડી હતી. આ સાથે જ ઘટના સ્થળે સીટી મામલતદાર કચેરીની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસે પણ પહોંચી ગઈ હતી. અને ઘટના સ્થળે ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને આ બંને વ્યક્તિઓને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ એકસરસાઈઝ પૂરી થયા પછી આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News