ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ધૂળ ભેગી કરવા બાબતે બે પરિવાર વચ્ચે કોદાળી, સોરીયા અને પાવડાથી મારામારી..!: સામસામી ફરિયાદ


SHARE











હળવદના નવા માલણીયાદ ગામે ધૂળ ભેગી કરવા બાબતે બે પરિવાર વચ્ચે કોદાળી, સોરીયા અને પાવડાથી મારામારી..!: સામસામી ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રસ્તાની ધૂળ ભેગી કરવા બાબતે મારામારી અને ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી કોદાળી, સોરીયા અને પાવડાના હાથા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ બંનેપક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જગદીશભાઈ બળદેવભાઈ ડાભી જાતે દલવાડી (૪૨)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલ્પેશભાઈ નાનજીભાઈ કંઝારીયા, કલ્પેશભાઈના પત્ની છાયાબેન, અશ્વિનભાઈ નાનજીભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઈશ્વરભાઈ, અરવિંદભાઈના પત્ની અને અશ્વિનભાઈના પત્ની રહે. બધા નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીની વાડીએ જવાના રસ્તે કલ્પેશભાઈ અને તેના પત્ની કોદાળી અને પાવડાથી ધૂળ ભેગી કરતા હતા ત્યારે ફરિયાદીએ કલ્પેશભાઈને રસ્તેથી ધૂળ ભેગી કરવાની ના પડી હતી જેથી કલ્પેશભાઈએ તેના હાથમાં રહેલ કોદાળી ફરિયાદીને માથાના પાછળના ભાગમાં મારતા ફરિયાદીને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને છાયાબેન તથા અશ્વિનભાઈએ પાવડાથી ફરિયાદીને મુંઢ માર માર્યો હતો અને ત્યારબાદ કલ્પેશભાઈના કહેવાથી અરવિંદભાઈ અને અરવિંદભાઈના પત્ની અને અશ્વિનભાઈના પત્નીને ત્યાં આવ્યા હતા અને તેને ટામી અને પાવડા વડે ફરિયાદીને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી નવા માલણીયાદ ગામે રહેતા છાયાબેન કલ્પેશભાઈ કંઝારીયા જાતે દલવાડી (૩૩) એ હાલમાં જગદીશભાઈ બળદેવભાઈ ડાભી અને અરવિંદભાઈ બળદેવભાઈ ડાભી રહે. બંને નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની વાડીના રસ્તાની બાજુમાં પાવડાથી ધોરીયા અને પાડા બાંધતા હતા ત્યારે આરોપી જગદીશભાઈએ લાકડાના હાથા વાળું સોરીયું હાથમાં લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કહેલ કે “અમારા ખેતરમાંથી ધૂળ કેમ ભેગી કરો છો” અને ગાળો બોલવા લાગ્યા હતા જેથી કરીને ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં રહેલ સોરીયાના હાથથી તેઓને માર માર્યો હતો અને ભાવનાબેનને પણ મુંઢ માર મારીને ઈજા કરી હતી અને આરોપી અરવિંદભાઈ હાથમાં લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અને ફરિયાદી મહિલાને ગાળો આપેલ હતી અને અશ્વિનભાઈ ને પાઇપ વડે મુઢમાર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News