મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ૬૭ ઘેટાં ભરેલ બે બોલેરો ગાડી સાથે ચારની ધરપકડ


SHARE







મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ૬૭ ઘેટાં ભરેલ બે બોલેરો ગાડી સાથે ચારની ધરપકડ

મોરબીના ટિંબડી ગામના પાટીયાથી આગળ રવિરાજ ચોકડી પાસેથી બે બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે બંને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી કુલ મળીને ૬૭ ઘેટા મળી આવ્યા હતા જેથી કરીને ૨,૦૧,૦૦૦ ની કિંમતના અબોલ જીવ તેમજ ૬ લાખની બે બોલેરો ગાડી આમ કુલ મળીને ૮,૦૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી હાલમાં ચાર શખ્સોને પકડીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગૌરક્ષકોની ટીમને હકીકત મળી હતી જેના આધારે મોરબીના ટિંબડી ગામના પાટીયાથી રવિરાજ ચોકડી વચ્ચેના રસ્તા ઉપરથી બે બોલેરો ગાડી પસાર થઈ હતી જે બંને બોલેરો ગાડીને રોકવામાં આવી હતી અને તે ગાડી ચેક કરી ત્યારે તેમાંથી ૬૭ ઘેટા મળી આવ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા જાતે દરબાર (૨૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટિંબડી ગામના પાટીયા નજીકથી બોલેરો ગાડી નંબર જીજે ૧૨ બીવાય ૫૯૪ અને જીજે ૧૨ બીવાય ૪૪૨૮ પસાર થતી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૬૭ ઘેટા મળી આવ્યા હતા જેથી કરીને ૨,૦૧,૦૦૦ ની કિંમતના અબોલ જીવ તેમજ ૬ લાખની બે બોલેરો ગાડી આમ કુલ મળીને ૮,૦૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી મુસ્તુફા જમનશા શેખ (૨૫), મહમદસીદીક આશિમશા શેખ (૨૬) રહે. બંને ભુજ ઓકટ્રો ચોકી બાજુમાં તાલુકો અંજાર, ભીમાભાઇ વશરામભાઈ રબારી (૬૦) રહે. જંગી ગામ તાલુકો ભચાઉ અને અમીનશા મહમદશા શેખ (૨૧) રહે શિકારપુર તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

રેડની કામગીરી કમલેશભાઈ બોરીચા મોરબી (અખિલ વિશ્વ ગૌસાવદર પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય, સંગઠન મંત્રી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ), ચેતનભાઇ પાટડીયા મોરબી (હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ), દિનેશભાઈ રામજીભાઈ લોરીયા (ગૌરક્ષક રાષ્ટ્રીય), હિતરાજસિંહ પરમાર, પાર્થભાઈ નેસડીયા, યશભાઈ વાઘેલા, મનીષભાઈ કનજારિયા, નિખિલભાઇ ચુડાસમા, જયરાજભાઈ સિંહ, જયરાજભાઇ, હરેશભાઈ ચૌહાણ (ચોટીલા), દલસુખભાઈ (ચોટીલા), ભોલુભાઈ (ચોટીલા), દેવભાઈ બોરાણા (ચોટીલા) જેકીભાઈ ગજ્જર (રાજકોટ), ભાવિનભાઈ (રાજકોટ), જયદીપભાઇ ભલગામડિયા, ખુશાલભાઈ, રાજુભાઈ ગોસ્વામી, સુરેશભાઈ રબારી (કચ્છ), હિરેનભાઈ વ્યાસ (ગૌરક્ષક ગુજરાત રાજ્ય), રધુભાઈ ભરવાડ (લીંબડી), અપીભાઈ (ધાંગધ્રા), ગજેન્દ્રભાઈ (બાબરા) આમ મોરબી, ચોટીલા અને રાજકોટ ગૌરક્ષક ટીમનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.






Latest News