મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં 'થોડીવાર બહાર જાઉં છુ.' કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE







મોરબીમાં 'થોડીવાર બહાર જાઉં છુ.' કહીને નીકળેલ યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે વોરા બાગ નજીક આવેલ ફલોરા ટાઉનશીપ પાસેના રોયલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ હળવદના અજીતગઢ ગામનો આહિર યુવાન "થોડીવાર બહાર જાઉં છુ." તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હોય ઘરમેળે શોધખોળ બાદ પોલીસમાં જાણ કરાઇ હતી.જેથી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ફલોરા ટાઉનશીપ પાસેની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદના અજીતગઢ ગામના સુનિલભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહિર (૨૮) એ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે, તેમના નાના ભાઈ સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહીર (ઉમર ૨૬) મૂળ રહે.અજીતગઢ હાલ રહે.રોયલ પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા ગત તા.૧૦-૬ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘરેથી 'બહાર જાવ છું' તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં પરત આવેલ નથી.પરિવાર દ્વારા ગુમ થયેલા સરમણભાઇની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી કરીને આ બાબતે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી.જેની આગળની તપાસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ગુમ થયેલા સરમણભાઈ રાઠોડ બાબતે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે (૦૨૮૨૨-૨૪૨૬૫૧) અથવા તો સરમણભાઇના ભાઈ સુનિલભાઈના ફોન નંબર ૭૬૦૦૪ ૬૨૭૭૭ ઉપર જાણ કરવા જણાવાયેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોકમાં આવેલ આકાશ એપાર્ટમેન્ટ-૧ માં રહેતા ધીમંતભાઈ અજીતભાઈ હિંડોચા નામના ૫૦ વર્ષના આધેડ તેમના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી કરીને તેમને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના ડી.એ.વાઘડીયાએ પહોંચીને તપાસ કરી હતી. જ્યારે જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા સંજનાબેન નાનજીભાઈ રેસીયા નામની ૧૮ વર્ષીય યુવતી પણ કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જતા તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જેની આગળની તપાસ પણ સ્ટાફના ડી.એ.વાઘડિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News