મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં તપાસ માટે ગયેલ અધિકારીએ ડિરેકટર સાથે કરી હાથ ચાલાકી !: હવે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં તપાસ માટે ગયેલ અધિકારી ડિરેકટર સાથે કરી હાથ ચાલાકી !: હવે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં સમયાંતરે જીએસટી અને આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા એક સીરામીક કારખાનામાં તપાસ માટે અધિકારીની ટીમ પહોંચી હતી અને ત્યારે ત્યાં એક કારખાનાના એક ડાયરેક્ટ સાથે અધિકારી દ્વારા હાથ ચાલાકી કરવામાં આવી હતી જેથી કરીને કારખાનેદારો તેમજ અધિકારીઓ સામસામે જંગે ચડે તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો જો કે, ત્યારબાદ ઉચ્ચ અધિકારીએ સ્થળ ઉપર આવીને મામલો થાળે પાડ્યો હતો. તેવું હાલમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચાઇ રહ્યું છે

મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગમાં જીએસટી તથા આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવે ત્યારે લાખો રૂપિયાના બેનામી વ્યવહારો તપાસ દરમિયાન સામે આવતા હોય છે જોકે તાજેતરમાં ત્રણેક દિવસ પહેલા મોરબીના લખધીપુર રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનામાં અધિકારીઓની ટિમ તપાસ માટે આવી હતી અને ત્યારે ત્યાં કારખાને હાજર રહેલા એક ડાયરેક્ટર સાથે બોલાચાલી કરીને અધિકારીએ હાથ ચાલાકી કરી હતી જેથી કરીને મામલો બિચકીઓ હતો અને સિરામિક કારખાનાના ડિરેક્ટરો સહિતનાઓ દ્વારા તેઓના માણસોને કારખાનામાં તૈયાર રાખવામાં આવ્યા હતા તેવામાં તપાસ માટે આવેલ ટીમ સાથે આવેલા અધિકારીને પણ પરિસ્થિતિ ગંભીર જણાતા તેણે પણ તેની સાથે સંકળાયેલા લોકોને કારખાનાની બહારના ભાગમાં બોલાવી લીધા હતા જોકે, પરિસ્થિતિ વધુ ખરાબ થાય ત્યારે પહેલા આ અંગેની જાણ તપાસ માટે આવેલ ટીમના ઉચ્ચ અધિકારીને થતા અધિકારી ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો જોકે, જે અધિકારીઓ કારખાનામાં તપાસ માટે થઈને આવ્યા હતા તે ત્યાંથી હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો તે ઉક્તિ મુજબ હાલમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર જતા રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે જોકે સર્ચ ઓપરેશનમાં આવેલા અધિકારી દ્વારા કારખાને હાજર રહેલા ડિરેક્ટર સાથે શા માટે થઈને હાથ ચાલાકી કરવામાં આવી હતી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને જો કારખાના ડિરેક્ટર સાથે હાથ ચાલાકી કરવામાં આવી હતી તો તેના દ્વારા કેમ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેની પણ ચર્ચા હાલમાં ઉદ્યોગકારોમાં ચાલી રહી છે






Latest News